mare gamne gondre - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારે ગામને ગોંદરે

mare gamne gondre

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
મારે ગામને ગોંદરે
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

મારે ગામને ગોંદરે, રાજ! મોરલો બોલે છે.

એને મીઠડે ટહુકે, રાજ! ડુંગરો ડોલે છે.

એનો કંઠ ગળકંતો, રાજ! અંબર ગાજે છે.

મારે બાગબગીચે, રાજ! રણકા વાજે છે.

એનો સૂર સુણીને, રાજ! મેહુલો વરસે છે.

ને રસિયાં જનનાં, રાજ! હૈડાં ધરસે છે.

એની કળા પુરાણી, રાજ! વિશ્વ વિરાજે છે.

એને માથે છોગું, રાજ! મનહર નાચે છે.

એને પીછે નવલખ, રાજ! તારા ટમકે છે.

એની આંખે ઝળહળ, રાજ! ચપળા ચમકે છે.

એની પાસે રસીલી, રાજ! ઢેલો ઢળકે છે.

ત્યાં રસનાં ઝરણાં, રાજ! ખળખળ ખળકે છે.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982