undarDi - Children Poem | RekhtaGujarati

એક નાનકડી ઊંદરડી,

મારી ઊંધની કરે ચીંદરડી,

એક નાનકડી ઊંદરડી.

મારી રોજ કાતરે નીંદરડી,

મેં તો પાળી નથી મીંદરડી,

એક નાનકડી ઊંદરડી.

હું તો હાથમાં લઉં લાકલડી,

ઊંદરડી ભાગે થઈ વાંકલડી,

એક નાનકડી ઊંદરડી.

તો ઘરમાં ખાયે ચકરડી,

તો ઘરમાં ખાયે છકરડી,

એક નાનકડી ઊંદરડી.

રોજ ખાય મારી કાળજડી,

રાત અંધેરી કાજલડી,

એક નાનકડી ઊંદરડી.

એને કાગળ લાગે સાકરડી,

તો ચૂં ચૂં કરે વાતલડી,

એક નાનકડી ઊંદરડી.

મને રોજ છોડાવે સેજલડી,

મને લાગે તો પાગલડી,

એક નાનકડી ઊંદરડી.

સ્રોત

  • પુસ્તક : પરિવેશ (પૃષ્ઠ ક્રમાંક 1986)
  • સર્જક : ગભરુ ભાડિયાદરા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 42