ching chang chuu yaane aapno dost - Children Poem | RekhtaGujarati

ચિંગ ચાંગ ચૂ યાને આપણો દોસ્ત

ching chang chuu yaane aapno dost

હેમેન શાહ હેમેન શાહ
ચિંગ ચાંગ ચૂ યાને આપણો દોસ્ત
હેમેન શાહ

મેં પૂછ્યું એને કે તારું નામ શું?

મને કહે કે ચિંગ ચાંગ ચૂ.

રહેવાનું તમારે ક્યાં મારા ભાઈ?

ચાંગ ટૂક ચાઈ વાયા શાંગહાઈ.

કેમ આંખ તિરછી અને નાક ચીંબું?

હું કંઈ જાણું હશે એવું બીબું.

જુદા શોખ છે અમારા, જુદા બોલ બેટ,

રમે ટેબલ-ટેનિસ ને હું ક્રિકેટ.

કૂંગ-ફૂ કરતા બોલે હા-હો-હા,

હું તો દૂર ઊભો બોલું ના-હો-ના.

ભાવે મને ઈડલી અને ઢોસો સાદો,

ખાય ઉંદર તો કોઈ વાર વાંદો.

સ્રોત

  • પુસ્તક : મેઘધનુષ પર જાવું છે (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2000