undarDi - Children Poem | RekhtaGujarati

આ એક નાનકડી ઊંદરડી,

મારી ઊંધની કરે ચીંદરડી,

આ એક નાનકડી ઊંદરડી.

મારી રોજ કાતરે નીંદરડી,

મેં તો પાળી નથી મીંદરડી,

આ એક નાનકડી ઊંદરડી.

હું તો હાથમાં લઉં લાકલડી,

ઊંદરડી ભાગે થઈ વાંકલડી,

આ એક નાનકડી ઊંદરડી.

એ તો ઘરમાં ખાયે ચકરડી,

એ તો ઘરમાં ખાયે છકરડી,

આ એક નાનકડી ઊંદરડી.

એ રોજ ખાય મારી કાળજડી,

આ રાત અંધેરી કાજલડી,

આ એક નાનકડી ઊંદરડી.

એને કાગળ લાગે સાકરડી,

એ તો ચૂં ચૂં કરે વાતલડી,

આ એક નાનકડી ઊંદરડી.

મને રોજ છોડાવે સેજલડી,

મને લાગે એ તો પાગલડી,

આ એક નાનકડી ઊંદરડી.

સ્રોત

  • પુસ્તક : પરિવેશ (પૃષ્ઠ ક્રમાંક 1986)
  • સર્જક : ગભરુ ભાડિયાદરા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 42