uncho rakho jhanDo! - Children Poem | RekhtaGujarati

ઊંચો રાખો ઝંડો!

uncho rakho jhanDo!

હસિત બૂચ હસિત બૂચ
ઊંચો રાખો ઝંડો!
હસિત બૂચ

ભારતને નંદનવન કરવા રાત-દિવસ સહુ મંડો

ઊંચો રાખો ઝંડો

ગરવી ભોમ મળી છે મોટી,

અડતા આભે પ્હાડ;

કલકલ ભરભર વહે નદીઓ,

ડોલે દરિયાલાલ;

દુનિયાને મઘમઘતી કરવા અમે થશું રખવાળ

રાત-દિવસ.

કોણ ડરાવી શકશે અમને?

અમે સિંહનાં બાળ!

નવલું ભારત રચવા આજે

અમે ભરી છે ફાળ!

અમે એક રહી આગળ વધશું, ટાઢ હોય કે ઝાળ

રાત-દિવસ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982