taiyar raho - Children Poem | RekhtaGujarati

તૈયાર રહો

taiyar raho

વસન્ત નાયક વસન્ત નાયક
તૈયાર રહો
વસન્ત નાયક

તૈયાર હો, હુશિયાર હો, લલકાર દો સૌ બાળકો!

ફરવા જવા, રમવા જવા, ઊડવા જવા તૈયાર હો.

દાદા ફરે છે પોળમાં

બાપા ફરે ભાગોળમાં

પણ આપણે ફરવા જવું વગડા વને, તૈયાર હો,

પંખી રમે છે ઝાડમાં

ઝરણાં રમે છે પહાડમાં

પણ આપણે રમવા જવું આકાશમાં, તૈયાર હો.

ઘોડી ઊભી છે વાટમાં

હોડી નદીના ઘાટમાં

પણ આપણે ઊડવા જવું વિમાનમાં, તૈયાર હો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ