diwalini chhutti - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિવાળીની છુટ્ટી

diwalini chhutti

પિનાકિન ત્રિવેદી પિનાકિન ત્રિવેદી
દિવાળીની છુટ્ટી
પિનાકિન ત્રિવેદી

દિવાળીની છુટ્ટી, દિવાળીની છુટ્ટી!

મળી આજ દિવાળીની છુટ્ટી!

જઇએ ચાલોને ઘેર

થઈ ગઈ લીલા લ્હેર

મળી આજ દિવાળીની છુટ્ટી છુટ્ટી,

–દિવાળીની.

નામ નહિ ભણવાનું

કામ બસ રમવાનું

આખો દિન છુટ્ટમછુટ્ટી!

મઝા, મઝા, મઝા, અમે

કરશું મઝા મઝા!

આવી રજા, લાવી મજા, મોજમઝા,

કુછ આજે ચિંતા!

–દિવાળીની.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ