ame - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે....

ame

અમે....

અમે નવા છોડ ને નવી ફસલ

અમે લાલ ગુલાબ ને સૂર્ય કમલ

અમે ધરતીનાં અણમોલ રતન

અમે તારા, દેશ અમારો ગગન

અમે ક્યારી, અંકુર અને ચમન

અમે ખિલ ખિલ કરતાં મધુર સુમન

અમે શ્રાવણની ઝીણી ઝરમર

અમે જગના ઝગમગતા અવસર

અમે પુલકિત ધરતીનાં અંકુર

અમે મલય-પવનનાં મનોમુકુર

અમે પંખી કલકલ કલરવતાં

અમે ફૂલ બનીને મહેકંતાં

અમે સૂરજ થઈને ઝળકંતાં

અમે ઊગતાં સપનાં મઘમઘતાં.