suraj - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાલઘૂમ ગોળો,

ચમકતો ગોળો,

એને જોતાં મારી આંખો મીંચાય;

જો ને માડી કેવો લાગે!

સોનેરી થાળી જેવો,

અંગાર તેજ જેવો,

એનો જોતાં મારી આંખો ભીંજાય;

જો ને માડી કેવો લાગે!

ઊંચે જઈ આભે અડ્યો!

માડી! એને કેણે ઘડ્યો?

એની આંખમાંથી તણખા વેરાય;

જો ને માડી કેવો લાગે!

શીત જાય, શરદી જાય,

જો ને કેવી તડકી થાય!

એના તેજમાં બાલુડાં નહાય

જો ને માડી કેવો લાગે!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945