ame ramakDan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે રમકડાં

ame ramakDan

ચંદ્રવદન મહેતા ચંદ્રવદન મહેતા

અમે રમકડાં, અમે રમકડાં,

પડઘમચી ને વાનરભાઈ;

ગામની ગાયો, ડાહીનો ઘોડો,

બંદુકવાળો બનું સિપાઈ!

સિંહ ને સસલું, મોરલો, મરઘી,

બબલો ને વળી બબલીબાઈ;

ઘર ઘર જાશું, ઘર ઘર ફરશું,

રમ્મત ગમ્મત નવી નવાઈ!

મજા મજા છે, એવી મજા છે,

કેવી મજા કે વાત નહિ;

ધીંગમ ધીંગા, કૂદમ કૂદા

આજ દિવસ કે રાત નહિ.

ખાશુ, પીશું, મજા કરીશું,

અમને કંઈ પંચાત નહિ;

બાળક સાથે દોસ્તી બાંધી

આકાશે નિત ઊડશું કહી.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ