sasso sassi - Children Poem | RekhtaGujarati

સસ્સો-સસ્સી

sasso sassi

યશવંત કડીકર યશવંત કડીકર
સસ્સો-સસ્સી
યશવંત કડીકર

શિયાળામાં શાલ ઓઢીને

ચાલ્યા સસ્સા રાણા

બનારસી સેલામાં સજ્જ થઈ

ચાલ્યાં સસ્સી રાણી

ભાજી-પાઉં ભરપેટ જમીને

સસ્સો-સસ્સી ચાલ્યાં

ભાડાની રિક્ષામાં બેસી

શહેર આખુંયે મ્હાલ્યાં

રિક્ષામાં ઘૂમતાં બેઉને

જોઈ ગઈ એક બિલાડી

કૂતરાને જઈ વાત કરી

એણે કેવી શાણી શાણી

કૂતરાએ ઝાપટ મારી ત્યાં

ભાગ્યા સસ્સા રાણા

બીકનાં માર્યાં ‘માડી માડી’

કહેતાં સસ્સી રાણી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982