tarapo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રમતો રમતો જાય,

તરાપો રમતો રમતો જાય.

જોતો એને બેઉ કિનારે

કુંજો લીલી થાય,

કરતાં એનો સાથ પંખીડાં

ગીત મધુરાં ગાય.

તરાપો નદીમાં વહેતો જાય.

આવે કરવા સહેલ તરાપે

પવન ફોરાં સાથ,

જોવા એને અગણિત તારા

પલકે આખી રાત!

તરાપો ગાતો ગાતો જાય!

આથમણા ઘાટેથી નીકળ્યો,

ઉગમણે દેખાય,

અલકમલકથી આવી તો

અલકમલકમાં જાય.

તરાપો હેરિયાં ખાતો જાય,

તરાપો રમતો રમતો જાય.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982