gaDawala - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એલા ગાડાવાળા તારું ગાડું ધીરે હાંક

તારું ગાડું ધીરે હાંક, જરા સાંભળ મારી વાત

સૂનો સૂનો વનવગડો છે,

સૂનો સૂનો મારગડો છે,

એલા ગાડાવાળા રે, જાવું કેણી ગમ ભાઈ?

જાવું કેણી ગમ ભાઈ, જોને સાંજ પડી ગઈ!

પા રસ્તા, તે પા રસ્તા,

જંગલમાં તો ઝાઝા રસ્તા,

એલા ગાડાવાળા રે, ભાઈ ઓરો ઓરો આવ

ભાઈ ઓરો ઓરો આવ, મને મારગડો બતાવ!

કઈ તરફ ડાબે કે જમણા,

રાત પડી જાશે રે હમણાં,

એલા ગાડાવાળા રે, તારું ગાડું ઊભું રાખ

તું ગાડું ઊભું રાખ, મને ગાડામાં બેસાડ

મને ગાડામાં બેસાડ, મારે ગામ તું પહોંચાડ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ