રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરંગ લ્યોને, રંગ લ્યોને, હોળીનો રંગ લ્યોને!
જીવનને રંગે ભરી દ્યોને હોળીનો રંગ લ્યોને!
વગડે તો ફૂલડાંનાં લૂમખે લૂમખાં,
આંબે મંજરીઓનાં ઝૂમખે ઝૂમખાં,
ચલો કુદરતનો સાજ પે’રી લ્યોને, હોળીનો રંગ લ્યોને!
રંગ લ્યોને, રંગ લ્યોને, હોળીનો રંગ લ્યોને!
કરતી કિલ્લોલ જુઓ પંખીની સેના,
ટહુકે કોયલ, બોલે પોપટ ને મેના,
કોઈ એને જઈ વાત એ કહોને, હોળીનો રંગ લ્યોને!
રંગ લ્યોને, રંગ લ્યોને હોળીનો રંગ લ્યોને!
શેરીમાં ફરતી’તી વાનરની ટોળી,
જઈને પિચકારીએ રંગ લે ધોળી,
કહે હોળીનો પૈસો દ્યોને, હોળીનો રંગ લ્યોને!
રંગ લ્યોને, રંગ લ્યોને, હોળીનો રંગ લ્યોને!
rang lyone, rang lyone, holino rang lyone!
jiwanne range bhari dyone holino rang lyone!
wagDe to phulDannan lumkhe lumkhan,
ambe manjrionan jhumkhe jhumkhan,
chalo kudaratno saj pe’ri lyone, holino rang lyone!
rang lyone, rang lyone, holino rang lyone!
karti killol juo pankhini sena,
tahuke koyal, bole popat ne meina,
koi ene jai wat e kahone, holino rang lyone!
rang lyone, rang lyone holino rang lyone!
sheriman pharti’ti wanarni toli,
jaine pichkariye rang le dholi,
kahe holino paiso dyone, holino rang lyone!

સ્રોત
- પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1978
- આવૃત્તિ : પુનર્મુદ્રણ