sonal - Children Poem | RekhtaGujarati

હસતી-રમતી આવી સોનલ

વાત મજાની લાવી સોનલ

‘ખેલ મદારી લાવ્યો છે’

કૂદતી કહેવા લાગી સોનલ

ચાલો મમ્મી, ચાલો પપ્પા

હાથ ઝાલી મલકાતી સોનલ

મમ્મી-પપ્પા સાથે ચાલ્યાં

આગળ કૂદતી ભાગી સોનલ

હસતાં-કૂદતાં ખેલ જોઈને

તાળી દઈ હરખાતી સોનલ

ખાવાનું લઈ આવી સોનલ

ખવડાવી ખુશ થાતી સોનલ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982