pryan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(કૂચ : તાલ દાદરો)

ચાલો સૌ

નવયુવાનો ચાલો સૌ—

પગ મિલાવી ચાલો સૌ....ચાલો સૌ.

દૂર નથી ગામ, આપણો મુકામ,

હૈયે રાખી હામ....ચાલો સૌ.

દમબદમ કદમ કદમ હિંમતથી ડગ ભરો....

ચાલો સૌ.

વિલાસી વાત ગાંડી, કજિયાકંકાસ છાંડી

ધાર્યું નિશાન પાડી... ચાલો સૌ.

કૂચ કરો! કૂચ કરો! કૂચ કરો!

દમબદમ કદમ કદમ હિંમતથી ડગ ભરો....

ચાલો સૌ.

નવજુવાન....નવજુવાન! તારી ઉપર જગત આંખ ઢાળે,

નવજુવાન....નવજુવાન તુજ થકી વિજય થશે કાલે....

ચાલે સૌ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945