રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાડીનાં હેત ને પિતાની પ્રીત,
દાદાની વાત ને દાદીની શીખ,
વહેતું એ વહાલ કરતું કમાલ!
ભગિનીના ભાવ ને બંધુની રહેમ,
કાકાની ભેટ ને ફોઈ તણી નેમ,
વરસાવે હેમ કરે કુશળક્ષેમ.
કુટુંબવાડીના મીઠા લલકાર,
અમૃત કેરી વરસે શી ધાર!
ઘરના એ રંગ, ઊછળે ઉમંગ.
દેવોને દુર્લભ ધરતીની પ્રીત
માપવાની કોઈએ શોધી ના રીત.
maDinan het ne pitani preet,
dadani wat ne dadini sheekh,
wahetun e wahal karatun kamal!
bhaginina bhaw ne bandhuni rahem,
kakani bhet ne phoi tani nem,
warsawe hem kare kushlakshem
kutumbwaDina mitha lalkar,
amrit keri warse shi dhaar!
gharna e rang, uchhle umang
dewone durlabh dhartini preet
mapwani koie shodhi na reet
maDinan het ne pitani preet,
dadani wat ne dadini sheekh,
wahetun e wahal karatun kamal!
bhaginina bhaw ne bandhuni rahem,
kakani bhet ne phoi tani nem,
warsawe hem kare kushlakshem
kutumbwaDina mitha lalkar,
amrit keri warse shi dhaar!
gharna e rang, uchhle umang
dewone durlabh dhartini preet
mapwani koie shodhi na reet
સ્રોત
- પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
- પ્રકાશક : હાર્દિક પ્રકાશન
- વર્ષ : 1982