amne rakh sada taw charne - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમને રાખ સદા તવ ચરણે

amne rakh sada taw charne

સુન્દરમ્ સુન્દરમ્
અમને રાખ સદા તવ ચરણે
સુન્દરમ્

અમને રાખ સદા તવ ચરણે,

મધુમય કમલ સમા તવ શરણે,

–અમને રાખ.

અમ તિમિરે તવ તેજ જગવજે,

અમ રુધિરે તવ બલ પેટવજે,

અમ અંતરમાં તવ પદ ધરજે,

–અમને રાખ.

અગાધ આકાશ સમાં તવ,

મહા ચૈતન્ય બનાવ મહાર્ણવ;

અમને આપ સકલ તવ વૈભવ.

–અમને રાખ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982