Pankho, pavan ne patangiyu - Children Poem | RekhtaGujarati

પંખો, પવન ને પતંગિયું

Pankho, pavan ne patangiyu

હર્ષદ ચંદારાણા હર્ષદ ચંદારાણા
પંખો, પવન ને પતંગિયું
હર્ષદ ચંદારાણા

એક દિવસ પંખો બોલ્યો

કાન ધર્યા ને કમરો ડોલ્યો

હું છું ભૈ પવનોનો રાજા

ઝટ આવે, જ્યાં કહું કે : જા

મારી આણને માને સૌ

હું હોઉં તો ગરમી બૌ

પવન કહે નંબર વન હું

હું હોઉં તો તું છે શું?

ફેરા ફરી તું ક્યાંય જાય

મારા ગુણ તો દુનિયા ગાય!

મારે કારણ તારો વટ

મારે કાજ તું લટકે છત

પતંગિયું, છોડી વગડો

આવી કહે કે મિત્ર ઝઘડો

પંખો પાંખો ખૂબ દોડાવે

તને પવન કેવો ફેલાવે

પવન આવે તો પંખો રાજી

કામ તો છે એનું, હાજી

હું પંખાની પાંખે બેસું

ગાઉં પવનમાં કરતો ટેસું

કોઈ નથી કોઈનું માલિક મળ-હળી રહીએ તો ઠીક

બાળ-મિત્રો વાત છે સાચી સૌ સંપીને રહેજો રાજી

૧-૯-૧૯૯૭

સ્રોત

  • પુસ્તક : પંખો, પવન ને પતંગિયું (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2002