રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતૈયાર હો, હુશિયાર હો, લલકાર દો સૌ બાળકો!
ફરવા જવા, રમવા જવા, ઊડવા જવા તૈયાર હો.
દાદા ફરે છે પોળમાં
બાપા ફરે ભાગોળમાં
પણ આપણે ફરવા જવું વગડા વને, તૈયાર હો,
પંખી રમે છે ઝાડમાં
ઝરણાં રમે છે પહાડમાં
પણ આપણે રમવા જવું આકાશમાં, તૈયાર હો.
ઘોડી ઊભી છે વાટમાં
હોડી નદીના ઘાટમાં
પણ આપણે ઊડવા જવું વિમાનમાં, તૈયાર હો.
taiyar ho, hushiyar ho, lalkar do sau balko!
pharwa jawa, ramwa jawa, uDwa jawa taiyar ho
dada phare chhe polman
bapa phare bhagolman
pan aapne pharwa jawun wagDa wane, taiyar ho,
pankhi rame chhe jhaDman
jharnan rame chhe pahaDman
pan aapne ramwa jawun akashman, taiyar ho
ghoDi ubhi chhe watman
hoDi nadina ghatman
pan aapne uDwa jawun wimanman, taiyar ho

સ્રોત
- પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 70)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1988
- આવૃત્તિ : પુનર્મુદ્રણ