phuware tun - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફુવારે તું

phuware tun

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ

કુવારે સાત સાત રંગો ઊડે,

મા, ફુવારે તું.

ડાળે ડાળ પંખીનાં ગાણાં ઝૂલે,

મા, પંખીમાં તું.

દરિયાનાં મોજાંમાં લ્હેરાતું આભ,

મા, મોજાંમાં તું.

ઝમ ઝમ ઝરણામાં ઝમતી મીઠાશ,

મા, ઝરણામાં તું.

હુંફાળા તડકામાં ઊઘડ્યું ગુલાબ,

મા, તડકામાં તું.

ચાંદનીમાં આવીને પસવારે હાથ,

મા, ચાંદલિયે તું.

આંખ મહીં નીંદ મને આવે,

કે હાલરડે હિલ્લોળે તું.

મા, મને એકલું ફાવે,

કે સોણલામાં કલ્લોલે તું.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982