parewan - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવો પારેવાં, આવોને ચકલાં,

ચોકમાં દાણા નાખ્યા છે.

આવો પોપટજી, મેનાને લાવજો

ચોકમાં દાણા નાખ્યા છે.

આવો કાબરબાઈ, કલબલ ના કરશો

ચોકમાં દાણા નાખ્યા છે.

બંટી ને બાજરો, ચોખા ને બાવટો,

ચોકમાં દાણા નાખ્યા છે.

ધોળી છે જાર ને ઘઉં છે રાતડા

ચોકમાં દાણા નાખ્યા છે.

નિરાંતે ખાજો, નિરાંતે ખૂંદજો

ચોકમાં દાણા નાખ્યા છે.

બિલ્લી નહિ આવે, કૂતરો નહિ આવે

ચોકમાં દાણા નાખ્યા છે.

ચક ચક કરજો ને કટ કટ કરજો

ચોકમાં દાણા નાખ્યા છે.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ