pankhDio - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ના, ના, પાંખડીઓ મા બીડશો રે લોલ!

અમને દેખીને ના કંપશો રે લોલ!

તમને ચૂંટીને નથી રાચવું રે લોલ!

માળા પહેરીને નથી નાચવું રે લોલ!

ખીલો તમે ને અમે ખીલશું રે લોલ!

ઝૂલો તમે ને અમે ઝૂલશું રે લોલ!

નાચો તમે ને અમે નાચશું રે લોલ!

રાચો તમે ને અમે રાચશું રે લોલ!

દહાડે ખીલો છો તમે બાગમાં રે લોલ!

રાતે ખીલો છો તમે આભમાં રે લોલ!

દહાડે પૃથ્વીને પમરાવજો રે લોલ!

રાતે આકાશને ઉજાળજો રે લોલ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ