panch bhaibandh - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાંચ ભાઈબંધ

panch bhaibandh

રમેશ પારેખ રમેશ પારેખ
પાંચ ભાઈબંધ
રમેશ પારેખ

પોપટ ને કાગડો ને ચકલી ને કાબર ને હોલો રે હોલો.

લાવ્યાં કપાસનું કાલું કે ભાઈ ઝટ્ટ ફોલો રે ફોલો.

હોલો ને કાબર ને પોપટ ને કાગડો ને ચકલી રે ચકલી

કાલું ફોલે ને રૂ કાઢે ને ફેરવે છે તકલી રે તકલી.

ચકલી ને પોપટ ને કાબર ને હોલો ને કાગડો રે કાગડો

હારબંધ બેસીને કાઢે છે સૂતરનો તાગડો રે તાગડો.

કાગડો ને હોલો ને પોપટ ને ચકલી ને કાબર રે કાબર

લાવ્યાં સાંઠીકડાંની સાળ ને વણે છે એક ચાદર રે ચાદર.

કાબર ને ચકલી ને હોલો ને કાગડો ને પોપટ રે પોપટ

ઠંડી જો લાગે તો ચાદરને ઓઢી લે ઝટપટ રે ઝટપટ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982