રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનાના થૈને, નાના થૈને, નાના થૈને રે
બાપુ! તમે નાના થૈને રે
મારા જેવા નાના થૈને રે
છાનામાના રમવા આવો! નાના થૈને રે.
નાના કેવી રીતે થાવું
આવો, બાપુ! રીત બતાવું
ઢીંકા, પાટુ, પીવું, ખાવું
પાડા થઈને રે. -નાના.
શેરી વચ્ચે નાચવા આવો
ઓળકોળાંબે હીંચવા આવો.
બોથડ મોટી મૂછ બોડાવો
પૈસો દેને રે. -નાના.
સૂરજ ભૈની નાનકી છોડી
કૂરડિયે કંકુડાં ઘોળી
દા’ડી દા’ડી આવે દોડી
દરિયે થૈને રે. -નાના.
ડુંગર ઉપર જઈ બોલાવો
ઉષા બેની, આવો આવો!
એની પાસે ગાલ રંગાવો
ગોઠ્યણ થૈને રે. -નાના.
નાને માથે નાનકડી પાંથી
દૈશ ઓળી મીંડલાં ગૂંથી
જોજો રાતે નાખતા ચૂંથી
ગાંડા થૈને રે. -નાના.
ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં
માંહી પાંચીકા વીણશું લીસા
કાગળ, બાગળ, રૂપિયા પૈસા
ફેંકી દૈને રે. -નાના.
ખેંચી દોરી ખૂબ હીંચોળે
થાકેલી બા જાશે ઝોલે
ભાગી જાશું બેઉ ભાગોળે
સાંકળ દૈને રે. -નાના.
વેળુ વચ્ચે વીરડા ગાળી
વાંકે ઘૂંટણ પીશું પાણી
ગોવાળ આવે ગાડર જાણી
ડાંગો લૈને રે. -નાના.
લીંબોડીના લૂમખા લેવા
ઝૂલશું ઝાડે વાંદર જેવાં
પંખીડલાંના ખાશું મેવા
જંગલ જૈને રે. -નાના.
ખેતર કોતર ખીણ ઓળંગી
જોઇ વાદળીઓ રંગબેરંગી
ઘૂમશું ડુંગર જંગી જંગી
ઘેલાં થૈને રે. -નાના.
નાની આંખે નાનકાં આંસુ
બાની સાથે રોજ રીસાશું
ખાંતે એના ધબ્બા ખાશું
ખોળે જૈને રે. -નાના.
નાના થૈને, નાના થૈને, નાના થૈને રે!
(1932)
nana thaine, nana thaine, nana thaine re
bapu! tame nana thaine re
mara jewa nana thaine re
chhanamana ramwa aawo! nana thaine re
nana kewi rite thawun
awo, bapu! reet batawun
Dhinka, patu, piwun, khawun
paDa thaine re nana
sheri wachche nachwa aawo
olkolambe hinchwa aawo
bothaD moti moochh boDawo
paiso dene re nana
suraj bhaini nanki chhoDi
kuraDiye kankuDan gholi
da’Di da’Di aawe doDi
dariye thaine re nana
Dungar upar jai bolawo
usha beni, aawo aawo!
eni pase gal rangawo
gothyan thaine re nana
nane mathe nanakDi panthi
daish oli minDlan gunthi
jojo rate nakhta chunthi
ganDa thaine re nana
jhabhbhe jhajhan rakhjo khisan
manhi panchika winashun lisa
kagal, bagal, rupiya paisa
phenki daine re nana
khenchi dori khoob hinchole
thakeli ba jashe jhole
bhagi jashun beu bhagole
sankal daine re nana
welu wachche wirDa gali
wanke ghuntan pishun pani
gowal aawe gaDar jani
Dango laine re nana
limboDina lumkha lewa
jhulashun jhaDe wandar jewan
pankhiDlanna khashun mewa
jangal jaine re nana
khetar kotar kheen olangi
joi wadlio rangberangi
ghumashun Dungar jangi jangi
ghelan thaine re nana
nani ankhe nankan aansu
bani sathe roj risashun
khante ena dhabba khashun
khole jaine re nana
nana thaine, nana thaine, nana thaine re!
(1932)
nana thaine, nana thaine, nana thaine re
bapu! tame nana thaine re
mara jewa nana thaine re
chhanamana ramwa aawo! nana thaine re
nana kewi rite thawun
awo, bapu! reet batawun
Dhinka, patu, piwun, khawun
paDa thaine re nana
sheri wachche nachwa aawo
olkolambe hinchwa aawo
bothaD moti moochh boDawo
paiso dene re nana
suraj bhaini nanki chhoDi
kuraDiye kankuDan gholi
da’Di da’Di aawe doDi
dariye thaine re nana
Dungar upar jai bolawo
usha beni, aawo aawo!
eni pase gal rangawo
gothyan thaine re nana
nane mathe nanakDi panthi
daish oli minDlan gunthi
jojo rate nakhta chunthi
ganDa thaine re nana
jhabhbhe jhajhan rakhjo khisan
manhi panchika winashun lisa
kagal, bagal, rupiya paisa
phenki daine re nana
khenchi dori khoob hinchole
thakeli ba jashe jhole
bhagi jashun beu bhagole
sankal daine re nana
welu wachche wirDa gali
wanke ghuntan pishun pani
gowal aawe gaDar jani
Dango laine re nana
limboDina lumkha lewa
jhulashun jhaDe wandar jewan
pankhiDlanna khashun mewa
jangal jaine re nana
khetar kotar kheen olangi
joi wadlio rangberangi
ghumashun Dungar jangi jangi
ghelan thaine re nana
nani ankhe nankan aansu
bani sathe roj risashun
khante ena dhabba khashun
khole jaine re nana
nana thaine, nana thaine, nana thaine re!
(1932)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 239)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997