mara ambaliye - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા આંબલિયે

mara ambaliye

જયંત પંડ્યા જયંત પંડ્યા
મારા આંબલિયે
જયંત પંડ્યા

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ,

અંતર મારું રાચે આજે સુણી મીઠા બોલ,

બોલ, બોલ, બોલ.

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ,

કૂજે કાળી કો’લ, કો’લ, કો’લ,

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ.

ડાળે ડાળે નાચી તો કરતી મીઠા શોર,

આંબલિયાની ડાળે ઘૂમી વીણે મીઠા મ્હોર,

મ્હોર, મ્હોર, મ્હોર.

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ.

કૂહૂ કૂહૂ કરી તારું અંતર આજે ખોલ,

મ્હોરે મ્હોરે કૂદી તારા બોલ મીઠા તું બોલ,

બોલ, બોલ, બોલ,

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ.

ગાન મીઠાં સાંભળવા અમને તોડીશ તારે ઘેર?

નાચી, કૂદી, ગાણાં ગાઈ કરશું લીલા લ્હેર,

લ્હેર, લ્હેર, લ્હેર,

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ.

જગ આખાનાં ગાણાં ગાઈ, હૈયાં સૌનાં ખોલ,

મોર, બપૈયા બોલે તો યે ના’વે તારી તોલ,

તોલ, તોલ, તોલ,

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ.

આખો દિવસ ગાયા કર તો અમે કેશું ના,

કોયલ બેની! ઊડતાં પ્હેલાં ગાણાં ખૂબખૂબ ગા,

ગા, ગા, ગા,

મારા આંબલિયે તો આજે કૂજે કાળી કો’લ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945