hun ya hasish - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું ય હસીશ

hun ya hasish

પૂજાલાલ દલવાડી પૂજાલાલ દલવાડી
હું ય હસીશ
પૂજાલાલ દલવાડી

હું હસીશ, હું હસીશ,

હર હંમેશાં હું હસીશ.

ફૂલ હસે છે બાગે બાગે,

ગાય પંખીડાં મીઠે રાગે;

હું યે હસમુખ ગાન કરીશ—હર હંમેશાં...

ઉષા હસે છે રોજ સવારે,

કમળ હસે છે જળ મોઝારે;

હું ગુલાબી મુખ રાખીશ—હર હંમેશાં...

ઝમઝમ કરતાં ઝરણ હસે છે,

લહેરો એની લલિત લસે છે,

હું યે હાસ્ય મુજ લહરાવીશ—હર હંમેશાં...

હસે ગગનના અગણિત તારા,

ચંદ્ર ઉડાડે હાસ્ય-કુવારા;

હું મલક મલક મ્હાલીશ—હર હંમેશાં...

પ્રભુની આશિષ લઈને માથે,

ખીલી ખીલી સહુ સંગાથે

હસાવતો સહુને વિહરીશ—હર હંમેશાં...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945