bulbul bole - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બુલબુલ બોલે

bulbul bole

ચંદ્રકાન્ત મ. ઓઝા ચંદ્રકાન્ત મ. ઓઝા

બુલબુલ મીઠડું બોલે,

ગુલાબે બુલબુલ મીઠડું બોલે.

સૂરજ સોનેરી વ્હાણલે ઊગે,

અરુણ કૂદતો આવી પૂગે,

ખડકી દિવસની ખોલે,

ગુલાબે બુલબુલ મીઠડું બોલે.

ઊઘડે ગુલાબની કળીઓ રૂપાળી,

નાચી ફૂલભારથી ડાળ ને ડાળી,

વાયુ સુગંધને ઢોળે,

ગુલાબે બુલબુલ મીઠડું બોલે.

ગુલાબ-ગોટે બેસણાં એનાં,

ગીત-ઉસ્તાદનાં બિરદ મજેનાં,

હીંચતાં હર્ષ હિંડોળે,

ગુલાબે બુલબુલ મીઠડું બોલે.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945