aawo aawo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવો... આવો...

aawo aawo

વાસુદેવ જાની વાસુદેવ જાની
આવો... આવો...
વાસુદેવ જાની

(ઢાળ : ઊડો કાબર, ઊડો ચકલાં...)

આવો પોપટ, આવો મેના, આવો કોયલ, મોર ને ઢેલ,

સાથે ફરશું, ગીતો ગાશું; ચાલો આપણ કરીએ સે’લ.

પોપટભૈયા! મીઠું બોલો, મેનારાણી! ગાઓ ગીત,

કોયલબેની! ઝીણું ટહુકો, મોર! કળાની શીખવો રીત.

દૂર દેશની વાતો લાવી આવી મારી પાસે કહો,

શાને મુજથી આઘા નાસો કેમ તમે સૌ મૂંગાં રહો?

નાનું સરખું બાળક હું તો હાનિ કરું ના તમને લેશ,

મીઠું મીઠું ગાતાં આપણ ચાલો જોવા જઈએ દેશ.

આવો આવો સર્વે આવો

આપણ સુંદર કરીએ ખેલ,

રમતાં-ભમતાં, ગીતો ગાતાં

રેલવીએ રસ રેલમછેલ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945