એબીસીડીની ભૂલકાંટોળી
abcdnii bhuulkaantoli
ઉષા ઉપાધ્યાય
Usha Upadhyay

એ બી સી ડી સ્કૂલમાં જઈને
બોલે હેલ્લો હાય!
ઈ એફ જી તોફાની ટોળી
દડબડ દોડી જાય!
એચ આઈ જે કે ક્રિકેટ રમતાં
ફોડે સૌનાં કાચ,
એલ એમ એન તો હૅટ ચડાવી
મારે ગપ્પા પાંચ!
ઓ પી ક્યુ આર ડાહ્યાંડમરાં,
ઊભાં બસની ક્યૂમાં,
એસ ટી યુ તો ગુલ્લી મારી
પ્હોંચી ગ્યા છે ઝૂમાં!
વી ડબ્લ્યૂ ગોગલ્સ પ્હેરી
પૂછે હુ આર યુ?
એક્સ વાય ઝેડને ખોટું લાગે
બોલે શટ્ અપ યુ!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008