રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચાલોને બાળકો નાચીએ ને કૂદીએ
ઋતુ વસંતનો રસ લૂંટીએ;
આવી વસંત ને લાવી સુંદરતા
જળ ઝરણાનાં ખળ ખળ વહે.
ઝાડ, પાન, ફૂલ, ફળ ખીલે ને ઝૂલે
ઊડે પતંગિયાં ભમર ગુંજે;
આંબાની ડાળે મહેકે છે મોર બહુ
કોયલરાણી મીઠાં કૂજન કરે.
મોરલા કળા કરી ટહુકે ને નાચે
આપણાં યે હૈયાં નાચી રહે;
ચાલોને બાળકો નાચીએ ને કૂદીએ
ઋતુ વસંતનો રસ લૂંટીએ.
chalone balko nachiye ne kudiye
ritu wasantno ras luntiye;
awi wasant ne lawi sundarta
jal jharnanan khal khal wahe
jhaD, pan, phool, phal khile ne jhule
uDe patangiyan bhamar gunje;
ambani Dale maheke chhe mor bahu
koyalrani mithan kujan kare
morla kala kari tahuke ne nache
apnan ye haiyan nachi rahe;
chalone balko nachiye ne kudiye
ritu wasantno ras luntiye
chalone balko nachiye ne kudiye
ritu wasantno ras luntiye;
awi wasant ne lawi sundarta
jal jharnanan khal khal wahe
jhaD, pan, phool, phal khile ne jhule
uDe patangiyan bhamar gunje;
ambani Dale maheke chhe mor bahu
koyalrani mithan kujan kare
morla kala kari tahuke ne nache
apnan ye haiyan nachi rahe;
chalone balko nachiye ne kudiye
ritu wasantno ras luntiye
સ્રોત
- પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1988
- આવૃત્તિ : પુનર્મુદ્રણ