mitho tahuko deje! - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મીઠો ટહુકો દેજે!

mitho tahuko deje!

કૃપાશંકર જાની કૃપાશંકર જાની
મીઠો ટહુકો દેજે!
કૃપાશંકર જાની

મીઠો ટહુકો દેજે

મા મને મીઠો ટહુકો દેજે.

પણે આભલે કંકુ છલકે

પેલાં ફૂલડે ગીત પલકે

મારે મુખડે ગુલાબ પલકે

ભીની ચૂમીઓ દેજે!

મા મને મીઠો ટહુકો દેજે!

પા પગલી કિરણો ભરતાં

આંગણિયે પંખીડાં ચણતાં

મારે પગલે ઝરણાં રમતાં

ઝીણી ઝાંઝરી દેજે!

મા મને મીઠો ટહુકો દેજે!

મંદિરે ઘંટડીઓ રણકે

ગોખલે દીવડીઓ ઝળકે

મારે નેણલે પરીઓ ઝળકે

પંખાળો ઘોડો દેજે!

મા, મને મીઠો ટહુકો દેજે!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982