shane? - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને કહોને કોઈ તમે, શાને રંગ જુદા જુદા?

વૃક્ષોનાં ફળફૂલને હૈયે હીંચોળીને

હોંશેથી હેત કરી લેતા,

કો’ દિન તો સૂસવતા આવી થથરાવતા

સર્વેને દૂર ફૂંકી દેતા.

પવનદેવ! શાને રંગ જુદા જુદા?

સાગરનાં નીર! તમે ધીમે સરકતી

હોડીને હાસ્ય કરી જોતાં,

ઘૂઘવતાં આવીને કંપાવી કો વાર

એને કાં પાય નીચે લેતાં?

સાગરનીર! શાને રંગ જુદા જુદા?

ધરતીને ભીંજવવા તમે મેહુલિયા!

સાથે જળધાર લઈ આવો,

તરસે રિબાતી ધરતીનો કોઈ વાર

સાદ ના કેમ યાદ લાવો?

મેહુલિયા! શાને રંગ જુદા જુદા?

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945