ramwa do - Children Poem | RekhtaGujarati

હાં રે અમે શેરીએ રમતાં બાળ

શેરીએ રમવા દો!

હાં રે અમે આનંદે ખેલશું આજ

શેરીએ રમવા દો!

બાબો આવે, બેબી આવે

ખાવાનું સૌ કોઈ લાવે

હાં રે અમે ઉજાણી કરશું આજ

શેરીએ રમવા દો!

ધાણી લાવે, ચણા લાવે

મમરા અને સેવ લાવે

કોઈ કચુંબર ચટણી લાવે

હાં રે અમે ઉજાણી કરતાં બાળ

શેરીએ રમવા દો!

બા આવે, બાપા આવે

જોઈ અમોને મોં મલકાવે

હાં રે અમે આમતેમ નાસતાં બાળ

શેરીએ રમવા દો!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ