limDi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારે આંગણિયે લીલૂડી લીમડી,

લચે લીંબોળીની લૂમ—

લીમડી લૂમેઝૂમે રે....

વાયા વૈશાખના વાયરા ને

એણે ધાવ્યાં ધરતીનાં દૂધ—

લીમડી લૂમેઝૂમે રે....

લીલીપીળી ઓઢી ઓઢણી,

માય ચાંદાસૂરજનાં ફૂલ—

લીમડી લૂમેઝૂમે રે....

ભલે ઊગી તું મારે આંગણે

તારાં શાં શાં મૂલવું મૂલ?

લીમડી લૂમેઝૂમે રે....

બળ્યા-ઝળ્યાનું બેસણું, ને

કોઈ થાક્યાનો વિશરામ—

લીમડી લૂમેઝૂમે રે....

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945