marun naam - Children Poem | RekhtaGujarati

મારું નામ વિપાશા છે પણ મમ્મી કહે ઝરણું

દોડાદોડી કર્યાં કરું તો પપ્પા કહે છે હરણું

ખિલખિલખિલખિલ હસ્યા કરું તો કાકા કહે ખિસકોલી

નવાં-નવાં કપડાં જો પહેરું, મામા કહે રંગોલી

વાત કરું જ્યાં ઝાઝી ત્યાં તો માસી કહેતી કાબર

ઝઘડો કરું છું ખોટ્ટો તો પણ ભાઈ કહે તો બંદર

લાદી પર હું આળોટું તો દાદી કહે માછલડી

ગીતો ગાતી ફર્યા કરું તો દાદા કહે કોયલડી

૨૫-૧૦-૧૯૯૭

સ્રોત

  • પુસ્તક : પંખો, પવન ને પતંગિયું (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2002