khiskoli - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તં અહીંયાં રમવા આવ, મજાની ખિસકોલી!

તું દોડ તને દઉં દાવ, મજાની ખિસકોલી!

તં કેવી હસે ને રમે, મજાની ખિસકોલી!

તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી!

તું જ્યારે ખિલખિલ ખાય, મજાની ખિસકોલી!

તારી પૂંછડી ઊંચી થાય, મજાની ખિસકોલી!

તારે અંગે સુંદર પટા, મજાની ખિસકોલી!

તારી ખાવાની શી છટા, મજાની ખિસકોલી!

તું ઝાડે ઝાડે ચડે, મજાની ખિસકોલી!

કહે કેવી મજા ત્યાં પડે, મજાની ખિસકોલી!

બહુ ચંચળ તારી જાત, મજાની ખિસકોલી!

તું ઉંદરભાઈની નાત, મજાની ખિસકોલી!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ