રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગામડું મારું કેવું રળિયામણું;
ગામડે અંબાની વાવ:
ગામડે નાનું તળાવ:
ગામડું મારું કેવું રળિયામણું.
ગામડે મારે ગાયો સોહામણી;
ગામડે દૂધ ને છાશ:
ગામડે જીવન-મીઠાશ:
ગામડું મારું કેવું રળિયામણું.
ગામડે મારે દાદાના ડાયરા;
ડાયરે વીરોના વાસ:
ડાયરે શૂરાના રાસ:
ગામડું મારું કેવું રળિયામણું.
ગામડે મારાં ફૂલડાંની વાડીઓ;
ગામડે ખેતર સોહાય:
ગામડું એથી પોષાય:
ગામડું મારું કેવું રળિયામણું
ગામડે મારે ગાતી કોયલડી;
ગામડે પ્રભુના વાસ:
ગામડે અંતરના હાસ:
ગામડું મારું કેવું રળિયામણું.
gamaDun marun kewun raliyamnun;
gamDe ambani wawah
gamDe nanun talawah
gamaDun marun kewun raliyamanun
gamDe mare gayo sohamni;
gamDe doodh ne chhashah
gamDe jiwan mithashah
gamaDun marun kewun raliyamanun
gamDe mare dadana Dayra;
Dayre wirona wasah
Dayre shurana rasah
gamaDun marun kewun raliyamanun
gamDe maran phulDanni waDio;
gamDe khetar sohayah
gamaDun ethi poshayah
gamaDun marun kewun raliyamanun
gamDe mare gati koyalDi;
gamDe prabhuna wasah
gamDe antarna hasah
gamaDun marun kewun raliyamanun
gamaDun marun kewun raliyamnun;
gamDe ambani wawah
gamDe nanun talawah
gamaDun marun kewun raliyamanun
gamDe mare gayo sohamni;
gamDe doodh ne chhashah
gamDe jiwan mithashah
gamaDun marun kewun raliyamanun
gamDe mare dadana Dayra;
Dayre wirona wasah
Dayre shurana rasah
gamaDun marun kewun raliyamanun
gamDe maran phulDanni waDio;
gamDe khetar sohayah
gamaDun ethi poshayah
gamaDun marun kewun raliyamanun
gamDe mare gati koyalDi;
gamDe prabhuna wasah
gamDe antarna hasah
gamaDun marun kewun raliyamanun
સ્રોત
- પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : ભાનુભાઈ પંડ્યા
- પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
- વર્ષ : 1945