hinchko - Children Poem | RekhtaGujarati

એક એક હીંચકે બેસીને ચડિયાં,

પંખીની જેમ અમે શું ઊડિયું–એક.

હીંચકાને આવી પાંખો બેપાસમાં,

હીંચકો ખરરર ઊડ્યો આકાશમાં–એક.

હીંચકો ચડિયો ઝાડોની ડાળે,

ચકોચકી વાત કરતાં’તાં માળે–એક.

હીંચકો ચડિયો ડુંગરાની ટોચે,

શંકર પારવતી બેઠાં’તાં ગોખે–એક.

હીંચકો ચડિયો આકાશી ચોકે,

ચાંદોસૂરજ બે રમતા’તા દોકે–એક.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ