haathiibhaine moj - Children Poem | RekhtaGujarati

હાથીભાઈને મોજ

haathiibhaine moj

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
હાથીભાઈને મોજ
કિરીટ ગોસ્વામી

હાથીભાઈને મોજ!

ના સ્કૂલ જવાની ચિન્તા, ના હોમવર્કનો બોજ!

જંગલ-જંગલ ફરવાનું ને ઘાસ લીલુંછમ ચરવાનું,

ના મમ્મીની રોક-ટોક કે ના પપ્પાથી ડરવાનું!

ના સ્પેલિંગ પાક્કા કરવાના, નહિ લખવાની નોટ,

તોય કદી ક્યાં કોઈ કહે છે હાથીભાઈને ઠોઠ?

ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચર ખીજે રોજ!

હાથીભાઈને સૂંઢ ફૂવારો, મને બાલદી કાં નાની?

તળાવ આખ્ખું ડ્હોળે તોય કોઈ કહે ના તોફાની!

ફાવે ત્યારે રમી શકે ફાવે તેવી ગેમ,

મનેય થોડું જીવવા દોને હાથીભાઈની જેમ!

પીછો કાં ના છોડે, દફતર ને નોટોની ફોજ?

હાથીભાઈને મોજ...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : નટવર પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008