gulachhDiya - Children Poem | RekhtaGujarati

ગુલછડીયા રે ગુલછડીયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

કાળા કાળા વાળ એના વાંકડિયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

ચોર ચોર ચોર એની આંખડીયા!

મારે ઘર આવી એક ગુલછડીયા!

પટ પટ પટ થાય એની પાંપણિયાં

મારે ઘર આવી એક ગુલછડીયા!

દોટ દોટ દોટ કાઢે દડવડિયા!

મારે ઘર આવી એક ગુલછડીયા!

ખાય ખાય ખાય ખૂબ ખીચડીયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

ફાટ ફાટ ફાટ થાય ફાંદડિયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

ચોટલા ગૂંથાળ ઓઢે ચૂંદડીયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

રીસ ચડે ત્યારે જાણે રીંછડીયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

ભાઈ જોડે ભરપૂર પ્રીતડીયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

પ્રભુજીના બાગ કેરી ફૂલકળીયા

મારે ઘર આવી એક ગુલછડીયા!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ