galuDiyan - Children Poem | RekhtaGujarati

કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં

ચાર કાબરાં ચાર ભૂરિયાં જી રે

હાલો ગલૂડિયાં રમાડવાં જી રે.

માડીને પેટ પડી ચસ ચસ ધાવે

વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે–હાલો.

માતાને માથડે ચડતાં ને ચાટતાં

જોગણનાં જાણે લટૂરિયાં જી રે–હાલો.

બાને વહાલાં છે જેમ ભાઈ ને બેની

કાળવીને વહાલાં ગલૂડિયાં જી રે–હાલો.

મોટાં થાશે ને મારી શેરી સાચવશે

જાગશે રાતે બહાદુરિયાં જી રે–હાલો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 49)
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ