ગલગોટો, ગલગોટો હજારીનો ગલગોટો,
મારે આંગણિયે ઊગ્યો એ તો હજારીનો ગલગોટો.
એમાં કેસરિયા રંગની ભભક ભરી,
એમાં પીળુડા રંગની છાયા ઢળી,
રંગરંગી સોહાય મન મ્હોતો હજારીનો ગલગોટો;
જાણે સૌના અંબાર હરી લેતો હજારીનો ગલગોટો.
એની નાજુક પાંખડિયે ઉષા રમે,
વળી સંધ્યાનાં તેજપુંજ ત્યાં આથમે,
જાણે ઉષાનો ભાઈ હોય મોટો હજારીનો ગલગોટો;
અને સંધ્યા વિયોગે વળી રોતો હજારીનો ગલગોટો.
મધમાખી આવીને બેસે જરી,
એણે દોસ્તી પતંગિયા સાથે કરી,
લળી લળી એ મારી સામું જોતો હજારીનો ગલગોટો;
મારે આંગણિયે ઊગ્યો એ તો હજારીનો ગલગોટો.
galgoto, galgoto hajarino galgoto,
mare anganiye ugyo e to hajarino galgoto
eman kesariya rangni bhabhak bhari,
eman piluDa rangni chhaya Dhali,
rangrangi sohay man mhoto hajarino galgoto;
jane sauna ambar hari leto hajarino galgoto
eni najuk pankhaDiye usha rame,
wali sandhyanan tejpunj tyan athme,
jane ushano bhai hoy moto hajarino galgoto;
ane sandhya wiyoge wali roto hajarino galgoto
madhmakhi awine bese jari,
ene dosti patangiya sathe kari,
lali lali e mari samun joto hajarino galgoto;

સ્રોત
- પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
- વર્ષ : 1978
- આવૃત્તિ : પુનર્મુદ્રણ