
મેં પૂછ્યું એને કે તારું નામ શું?
એ મને કહે કે ચિંગ ચાંગ ચૂ.
રહેવાનું તમારે ક્યાં મારા ભાઈ?
ચાંગ ટૂક ચાઈ વાયા શાંગહાઈ.
કેમ આંખ તિરછી અને નાક ચીંબું?
હું કંઈ ન જાણું હશે એવું બીબું.
જુદા શોખ છે અમારા, જુદા બોલ બેટ,
એ રમે ટેબલ-ટેનિસ ને હું ક્રિકેટ.
કૂંગ-ફૂ કરતા બોલે હા-હો-હા,
હું તો દૂર ઊભો બોલું ના-હો-ના.
ભાવે મને ઈડલી અને ઢોસો સાદો,
એ ખાય ઉંદર તો કોઈ વાર વાંદો.
mein puchhyun ene ke tarun nam shun?
e mane kahe ke ching chang chu
rahewanun tamare kyan mara bhai?
chang took chai waya shanghai
kem aankh tirchhi ane nak chimbun?
hun kani na janun hashe ewun bibun
juda shokh chhe amara, juda bol bet,
e rame tebal tenis ne hun kriket
koong phu karta bole ha ho ha,
hun to door ubho bolun na ho na
bhawe mane iDli ane Dhoso sado,
e khay undar to koi war wando
mein puchhyun ene ke tarun nam shun?
e mane kahe ke ching chang chu
rahewanun tamare kyan mara bhai?
chang took chai waya shanghai
kem aankh tirchhi ane nak chimbun?
hun kani na janun hashe ewun bibun
juda shokh chhe amara, juda bol bet,
e rame tebal tenis ne hun kriket
koong phu karta bole ha ho ha,
hun to door ubho bolun na ho na
bhawe mane iDli ane Dhoso sado,
e khay undar to koi war wando



સ્રોત
- પુસ્તક : મેઘધનુષ પર જાવું છે (પૃષ્ઠ ક્રમાંક 74)
- સર્જક : હેમેન શાહ
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2000