Dhinglino desh - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢીંગલીનો દેશ

Dhinglino desh

ચંદ્રવદન મહેતા ચંદ્રવદન મહેતા
ઢીંગલીનો દેશ
ચંદ્રવદન મહેતા

ઢીંગલીનો દેશ, ઢીંગલીનો દેશ

રૂડો રઢિયાળો મારો ઢીંગલીનો દેશ.

ફરર ફરર ફુદડી ફરું

કૂઉઉ કૂઉઉ કૂકડી કરું

લટક લટક લટકા કરું

મટક મટક મટકાં કરું

–ઢીંગલીનો દેશ.

પવન સાથે રમતો રમું

ભવન ભવન ભમતી ભમું

ગગનમાંયે ઘુમતી ઘૂમું

બાળકોને બહુયે ગમું

–ઢીંગલીનો દેશ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ