sipai - Children Poem | RekhtaGujarati

અમે સિપાહી, અમે સિપાહી,

સ્વતંત્રતા કાજે લડનાર,

ગુલામીની જંજીરો તોડી, મુક્તિને માટે મરનાર.

મૃત્યુ તો દોસ્તો! સંગાથી, મુશ્કેલી સાથ દોસ્તી,

હિંમતનાં સુકાન અમારે, આશા કેરી વળી કિશ્તી.

પછી રહ્યો ક્યાં મરવાનો ભય?

પછી રહ્યો ક્યાં સંકટનો ડર? ... અમે.

લક્ષ અમારું એક કે જ્યારે વાગે રણભેરી;

સુસજ્જ થઈ તૈયાર થઈ ને, ત્યારે કરવી નવ દેરી,

પછી કરવો એકે સવાલ એકે,

શું લેવું? ક્યાં લઈ જાઓ? એ..! એમ.

દા’ડાની વાત પૂછો, આવે જીવનમાં નવજોમ;

યુદ્ધ અમારી વસંતઋતુ, નાચી કે અમ રોમેરોમ.

લડી અને કિલ્લો કરવો સર,

અમારા લક્ષ ઉપર...અમે.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945