kooch - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધમ ધમક ધમ,

ધમ ધમક ધમ,

પડઘમ વાગે.

બાળકોની સેના કરે કૂચ આઘે.

ધમ ધમક ધમ,

આજનો છે બાળ થશે કાલનો કુમાર,

પરમ દિવસ થશે જગત કેરો નવજુવાન.

ધમ ધમક ધમ

હે....દમ બદમ કદમ કદમ

હિંમતથી પગ ભરો

કૂચ કરો,

કૂચ કરો,

કૂચ કરો કરો.

ધમ ધમક ધમ,

ધમ ધમક ધમ,

બાળ જાગે દેશ કેરી દાઝ ધરી આઘે આઘે,

નવલ યુગ કેરી ઝંખનામાં એનું દિલ લાગે.

ધમ ધમક ધમ,

ધમ ધમક ધમ,

પડઘમ વાગે.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945