jay ma gurjari - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જય મા ગુર્જરી

jay ma gurjari

જીવરામ જોષી જીવરામ જોષી
જય મા ગુર્જરી
જીવરામ જોષી

જય મા, જય ગુર્જરી

મા, નમીએ ફરી ફરી.

લીલુડી હરિયાળી ભૂમિ

ફળફૂલથી વનરા રહી ઝૂમી

મીઠપ ખરી ભરી

નમીએ ફરી ફરી.

સાબર, મહી, તાપી, નર્મદા

નિર્મળ જળભરી વહે સર્વદા

ભૂમિ રસભર કરી

નમીએ ફરી ફરી.

હિમગિરી શો ગિરનાર પુણ્યમય

પાવાગઢ ને શત્રુંજય

રહ્યા ધ્યાન-તપ ધરી

નમીએ ફરી ફરી.

સુખ સંતોષી લોક અમારાં

પર હિતે જીવન દેનારાં

રહ્યો પ્રેમ નીતરી

નમીએ ફરી ફરી.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982