balakni jeet - Children Poem | RekhtaGujarati

બાળકની જીત

balakni jeet

લલિત લલિત
બાળકની જીત
લલિત

આપણે સ્વદેશનાં સંતાન,

જગવીએ સ્વતંત્રતાનાં તાન!

જન્મ આપણો છેલ્લો જગમાં: વહીએ વર્તમાન,

ભવ્ય ભાવિનાં જોગવનારાં, ધરી અભયનું ભાન!

ઉષા-અરુણ બે બાળ, સૂર્યને વધાવતાં કરી નૃત્ય,

ફૂલડાં નાચે, રાસ રમે સૌ, બાળ બને કૃતકૃત્ય!

બનાવીએ બાળક સમ સૌને, ગજાવીએ સંગીત;

વહાલભરી વત્સલતામાં તો બાળકની છે જીત!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945