Dale ne pale - Children Poem | RekhtaGujarati

ડાળે ને પાળે

Dale ne pale

મૂળજીભાઈ ભક્ત મૂળજીભાઈ ભક્ત
ડાળે ને પાળે
મૂળજીભાઈ ભક્ત

લીમડા ડાળે કે લીમડા ડાળે

બેઠા’તા માળે બેઠા’તા માળે

કાંઠલે કાળે કે કાંઠલે કાળે

પોપટજી પઢતા હતા

સીતારામ! સીતારામ!

આંબા કેરી ડાળે, આંબા કેરી ડાળે,

કોઈ ના ભાળે કે કોઈ ના ભાળે

રાગે રૂપાળે કે રાગે રૂપાળે

કોયલ બેન ગાતાં હતાં

કુઉ કૂઉ, કૂઉ કૂઉ!

તળાવને તીરે, તળાવને તીરે

નહાતાં’તાં નીરે, નહાતાં’તાં નીરે

ગાતાં’તા ધીરે ગાતાં’તાં ધીરે

ટીકુ બેન રમતાં હતાં

ટીકુ ટીકુ, ટીકુ ટીકુ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ